ટાઇગર વુડ્સ
From Wikipedia, the free encyclopedia
એલ્ડ્રિક ટોન્ટ "ટાઇગર " વુડ્સ (જન્મ ડિસેમ્બર 30, 1975)[4][5] એક અમેરિકન વ્યાવસાયિક ગોલ્ફર છે, જેની આજ સુધીની સિદ્ધિઓ તેને વિશ્વના અત્યાર સુધીના સૌથી સફળ ગોલ્ફરોની હરોળમાં મૂકે છે. પૂર્વે વિશ્વ ક્રમાંક 1ના સ્થાને રહી ચૂકેલો તે વિશ્વમાં સૌથી વધુ વેતન મેળવતો વ્યાવસાયિક ખેલાડી છે, તેણે 2010માં પોતાના વિજયો તથા ઇન્ડૉર્સમેન્ટ કરારોમાંથી અંદાજે $90.5 મિલિયન આવક રળી હોવાનું અનુમાન છે.[6][7]
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Tiger Woods | |
---|---|
Personal information | |
Full name | Eldrick Tont Woods |
Nickname | Tiger |
Height | 6 ft 1 in (1.85 m) |
Weight | 185 lb (84 kg; 13.2 st) |
Nationality | United States |
Residence | Windermere, Florida |
Spouse | Elin Nordegren (2004–2010) |
Children | Sam Alexis (b. 2007) Charlie Axel (b. 2009) |
Career | |
College | Stanford University (two years) |
Turned professional | 1996 |
Current tour(s) | PGA Tour (joined 1996) |
Professional wins | 97[1] |
Number of wins by tour | |
PGA Tour | 71 (3rd all time) |
European Tour | 38 (3rd all time)[2][3] |
Japan Golf Tour | 2 |
Asian Tour | 1 |
PGA Tour of Australasia | 1 |
Other | 15 |
Best results in Major Championships (Wins: 14) | |
Masters Tournament | Won: 1997, 2001, 2002, 2005 |
U.S. Open | Won: 2000, 2002, 2008 |
The Open Championship | Won: 2000, 2005, 2006 |
PGA Championship | Won: 1999, 2000, 2006, 2007 |
Achievements and awards | |
PGA Tour Rookie of the Year | 1996 |
PGA Player of the Year | 1997, 1999, 2000, 2001, 2002, 2003, 2005, 2006, 2007, 2009 |
PGA Tour Player of the Year | 1997, 1999, 2000, 2001, 2002, 2003, 2005, 2006, 2007, 2009 |
PGA Tour leading money winner | 1997, 1999, 2000, 2001, 2002, 2005, 2006, 2007, 2009 |
Vardon Trophy | 1999, 2000, 2001, 2002, 2003, 2005, 2007, 2009 |
Byron Nelson Award | 1999, 2000, 2001, 2002, 2003, 2005, 2006, 2007, 2009 |
FedEx Cup Champion | 2007, 2009 |
(For a full list of awards, see here) |
વુડ્સે 14 મુખ્ય વ્યાવસાયિક ગોલ્ફ ચૅમ્પિયનશિપો જીતી છે, જે વિશ્વના પુરુષ ગોલ્ફ ખેલાડીઓમાં દ્વિતીય સ્થાને (પ્રથમ સ્થાને 18 ચૅમ્પિયનશિપ વિજેતા, જેક નિકલસ) તથા તમામ 71 પીજીએ (PGA) ટૂર ઇવેન્ટોમાં તૃતીય સ્થાને આવે છે.[8] કોઈ પણ સક્રિય ગોલ્ફ ખેલાડી કરતાં તે વધુ કારર્કિદીના મુખ્ય વિજયો તથા કારકિર્દી PGA ટૂર વિજયો ધરાવે છે. પોતાની કારકિર્દીમાં સૌથી નાની ઉંમરે ગ્રાન્ડ સ્લૅમ જીતનાર તથા તેની ટૂર દરમ્યાન સૌથી ઝડપી 50 ટૂર્નામેન્ટ જીતનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી છે. વધુમાં, જૅક નિકલસ પછી વુડ્સ બીજો ગોલ્ફર છે, જેણે કરિઅર ગ્રાન્ડ સ્લૅમ પુરસ્કાર ત્રણ વખત જીત્યો હોય. વુડ્સે 16 વર્લ્ડ ગોલ્ફ ચૅમ્પિયનશિપ્સ જીતી છે, અને અગિયાર વર્ષથી જ્યારથી આ ઇવેન્ટો યોજાતી આવી છે ત્યારથી દરેક વર્ષે ઓછામાં ઓછી આવી એક ચૅમ્પિયનશિપ જીતી છે.
વુડ્સે સૌથી વધુ સપ્તાહ સુધી સતત તથા કુલ સૌથી વધુ સપ્તાહ માટે વિશ્વ ક્રમાંકનમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તેને PGA પ્લેયર ઑફ ધ યર (વર્ષના સર્વોત્તમ પીજીએ ખેલાડી) તરીકે વિક્રમસર્જક દસ વખત પુરસ્કૃત કરવામાં આવ્યો છે,[9] ન્યૂનત્તમ સ્કોરિંગ એવરેજ એડજસમેન્ટ માટે 8 વખત બાયરન નેલ્સન અવૉર્ડથી તથા નવ અલગ અલગ ગોલ્ફ સીઝનમાં તે નાણા યાદીમાં વિક્રમસર્જક રીતે અગ્રણી રહ્યો છે.
ડિસેમ્બર 11, 2009માં, બેવફાઈની કબૂલાત પછી, પોતાના લગ્નજીવન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વુડ્સે વ્યાવસાયિક ગોલ્ફ રમતમાંથી અનિશ્ચિત મુદત સુધી રજા પર ઊતરવાની ઘોષણા કરી. તેણે લગભગ ડઝનેક મહિલાઓ સાથે કરેલા અનેક વિશ્વાસઘાતોની ખબર વિશ્વભરના ઘણા મીડિયા સ્રોતો દ્વારા બહાર આવી હતી.[10][11] 20 સપ્તાહના વિરામ બાદ, 8 એપ્રિલ, 2010ના 2010 માસ્ટર્સ સ્પર્ધામાં ભાગ લેવા વુડ્સ પાછો ફર્યો[12].
જુલાઈ 2010માં, ફોર્બ્સ મેગેઝિને વુડ્સને $105 મિલિયનની આવક ધરાવનાર વિશ્વનો સૌથી વધુ ધનાઢ્ય ખેલાડી ઘોષિત કર્યો, જ્યારે "સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડે " તેની આવક $90.5 મિલિયનની જણાવી.[13]
ઑક્ટોબર 31, 2010ના, વુડ્સે તેનું વિશ્વના પ્રથમ ક્રમાંકનું સ્થાન લી વેસ્ટવુડ સામે ગુમાવ્યું.[7]