ટેનેસી
From Wikipedia, the free encyclopedia
ટેનેસી એ અમેરિકી ગણતંત્રના દક્ષિણ પૂર્વ છેડે આવેલું એક અમેરિકી રાજ્ય છે. તેની 6,214,888 વસ્તીએ તેને વસ્તી પ્રમાણે રાષ્ટ્રનું 17માં ક્રમાંકનું અને વિસ્તારની દ્રષ્ટિએ તે કુલ જમીની વિસ્તાર પૈકી જેટલો વિસ્તાર આવરી લે છે42,169 square miles (109,220 km2) તેના પરથી તે દેશના 36માં ક્રમનું રાજ્ય બને છે.[3] ટેનેસીની ઉત્તરે કન્ટૂકી અને વર્જિનિયા, પૂર્વમાં ઉત્તર કેરોલિના, દક્ષિણમાં જ્યોર્જિયા, અલ્બામા અને મિસિસિપ્પી તથા પશ્વિમમાં અર્કાન્સાસ અને મિઝૌરી રાજ્ય આવેલા છે. રાજ્યનો પૂર્વભાગ એપલેચીયન પર્વતમાળાથી ઘેરાયેલો છે અને મિસિસિપ્પી નદી રાજ્યની પશ્ચિમ સરહદ બનાવે છે. ટેનેસીની રાજધાની અને બીજા નંબરનું સૌથી મોટું શહેર નેશવિલ છે, જેની વસ્તી 626,144 છે.[4] 670,902 વસ્તી સાથે મેમ્ફીસ રાજ્યનું મોટું શહેર છે.[5] નેશવિલમાં 1,521,437 વ્યક્તિ સાથે રાજ્યનો સૌથી વધુ શહેરી વિસ્તાર છે.[6]
State of Tennessee | |||||
---|---|---|---|---|---|
| |||||
Nickname(s): The Volunteer State | |||||
Motto(s): Agriculture and Commerce | |||||
Official language | English | ||||
Demonym | Tennessean | ||||
Capital | Nashville | ||||
Largest city | Memphis | ||||
Largest metro | Nashville Metropolitan Area | ||||
Area | Ranked 36th | ||||
• Total | 42,169 sq mi (109,247 km2) | ||||
• Width | 120 miles (195 km) | ||||
• Length | 440 miles (710 km) | ||||
• % water | 2.2 | ||||
• Latitude | 34° 59′ N to 36° 41′ N | ||||
• Longitude | 81° 39′ W to 90° 19′ W | ||||
Population | Ranked 17th | ||||
• Total | 6,214,888 (2008 est.)[1] | ||||
• Density | 138.0/sq mi (53.29/km2) Ranked 19th | ||||
Elevation | |||||
• Highest point | Clingmans Dome[2] 6,643 ft. ft (2,025 m) | ||||
• Mean | 900 ft (280 m) | ||||
• Lowest point | Mississippi River[2] 178 ft (54 m) | ||||
Before statehood | Southwest Territory | ||||
Admission to Union | June 1, 1796 (16th) | ||||
Governor | Phil Bredesen (D) | ||||
Lieutenant Governor | Ron Ramsey (R) | ||||
Legislature | General Assembly | ||||
• Upper house | Senate | ||||
• Lower house | House of Representatives | ||||
U.S. Senators | Lamar Alexander (R) Bob Corker (R) | ||||
U.S. House delegation | 5 Democrats, 4 Republicans (list) | ||||
Time zones | |||||
• East Tennessee | Eastern: UTC-5/-4 | ||||
• Middle and West | Central: UTC-6/-5 | ||||
ISO 3166 | US-TN | ||||
Abbreviations | TN, Tenn. | ||||
Website | www |
Tennessee state symbols | |
---|---|
Flag of Tennessee | |
ચિત્ર:Tennesseestateseallrg.png | |
Living insignia | |
Amphibian | Salamander |
Bird | Mockingbird |
Fish | Channel Catfish Bass |
Flower | Iris |
Insect | Honeybee |
Reptile | Eastern Box Turtle |
Tree | Tulip Poplar |
Inanimate insignia | |
Folk dance | Square dance |
Gemstone | Tennessee River Pearl |
Motto | Agriculture and Commerce |
Nickname | The Volunteer State |
Rock | Agate |
Song | 7 Songs |
Tartan | Tennessee State Tartan |
State quarter | |
Released in 2002 | |
Lists of United States state symbols |
ટેનેસી રાજ્યનું મૂળ વોટૌગા એસોસિયેશનમાં છે કે જે 1772ના ફ્રન્ટીયર કરાર મુજબ એપલેચીયનની પશ્વિમે આવેલી પહેલી બંધારણીય સરકાર કહેવાય છે.[7] અત્યારનું ટેનેસી શરૂઆતમાં ઉત્તર કેરોલિનાનો ભાગ હતુ, અને બાદમાં તે દક્ષિણ-પશ્વિમ પ્રાંતનો ભાગ બન્યું હતુ. ટેનેસીને 1લી જૂન 1796ના રોજ 16માં રાજ્ય તરીકે સંઘમાં સમાવવામાં આવ્યું હતું. 19મી સદીની શરૂઆતમાં ટેનેસી એ અમેરિકન ઇતિહાસના કેટલાક ખાસ રાજકીય ચહેરાઓ જેવા કે, ડેવી ક્રોકેટ, એન્ડ્રુ જેક્સન અને સેમ હોસ્ટનનું ઘર હતુ. 1861માં ફાટી નીકળેલાં યુ.એસ.સિવિલ યુદ્ધ પછી સંઘને છોડી અલગ રહેનારા રાજ્યોમાં જોડાનાર છેલ્લું રાજ્ય ટેનેસી હતુ, અને યુદ્ધના અંતે સંઘમાં સમાવાયેલું પહેલું રાજ્ય હતુ.[8] ટેનેસીએ અમેરિકામાંથી અલગ થયેલા રાજ્યોના સૈન્ય માટે અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે સૈનિકો પૂરા પાડ્યા હતાં, અને સંઘ સૈન્ય માટે દક્ષિણના કોણપણ રાજ્ય કરતા વધારે સૈનિકો પૂરા પાડ્યા હતા.[8] ટેનેસીએ 1866માં પુલાસ્કીમાં કૂ ક્લૂક્ષ ક્લેનના નિર્માણથી લઈને 1968માં મેમ્ફીસમાં માર્ટિન લ્યૂથર કિંગની થયેલી હત્યા સુધીની ઘણી વંશીય અથડામણો જોઈ છે. વીસમી સદીમાં ટેનેસી કૃષિ વિષયક અર્થવ્યવસ્થામાંથી વૈવિધ્યસભર અર્થવ્યવસ્થામાં ફેરવાયું, જેને ટેનેસી વેલી સત્તામંડળ જેવાં સમવાયી તંત્રની ઘણીવાર સહાય મળી હતી. 1940ની શરૂઆતમાં, ઓક રિજ, ટેનેસીની સ્થાપના વિશ્વના પ્રથમ અણુ બોમ્બ બનાવવામાં મદદ કરનારા મેનહટન પ્રોજેક્ટના યુરેનિયમમાં વૃદ્ધિ કરવાની સુવિધાઓ વધારવા થઈ હતી.
ટેનેસીએ રોક એન્ડ રોલ અને બ્લૂઝ પ્રકારના સંગીતના વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. મેમ્ફીસ શહેરની બિલ સ્ટ્રીટ એ બ્લૂઝ સંગીતનું જન્મસ્થળ મનાય છે જ્યાં ડબલ્યુ. સી. હેન્ડી જેવા સંગીતકાર 1909 જેટલા શરૂઆતના સમયથી પરફોર્મ કરતા હતા.[9] મેમ્ફીસ એ સન રેકૉર્ડ્સનું પણ ઘર ગણાય છે, જ્યાં એલ્વિસ પ્રિસલી, જ્હોની કેશ, કાર્લ પર્કિન્સ, જેરી લી લેવિસ, રૉય ઓર્બિસન અને ચાર્લી રીચ જેવા સંગીતકારોએ તેમની રેકોર્ડિંગની કારકિર્દીની શરૂઆત કરી હતી અને જ્યાં 1950માં રોક એન્ડ રોલ સંગીતે યોગ્ય સ્વરૂપ પકડ્યું હતુ.[10] બ્રિસ્ટલમાં 1927માં વિક્ટર રેકૉર્ડિંગ સેશન્સ થયેલાં તે ગ્રામીણ સંગીતના પ્રકારની શરૂઆત ગણાય છે,[11] અને 1930માં ગ્રાન્ડ ઓલે ઓપ્રીના ઉદયે નેશવિલને ગ્રામીણ સંગીતના રેકોર્ડિંગ ઉદ્યોગનું કેન્દ્ર બનવામાં મદદ કરી હતી.[12]
ટેનેસીના મુખ્ય ઉદ્યોગોમાં ખેતી, નિર્માણ અને પ્રવાસન ઉદ્યોગ છે. તમાકુ, કપાસ અને સોયાબિન એ રાજ્યની પ્રાથમિક ખેતપેદાશો છે[13] અને રસાયણ, વાહન વ્યવહારના સાધનો અને વીજકીય ઉપકરણોએ મુખ્ય નિકાસ થતાં ઉત્પાદનો છે.[14] ગ્રેટ સ્મોકી પર્વતીય રાષ્ટ્રીય ઉદ્યાન એ દેશનું સૌથી વધુ મુલાકાત લેવાતું રાષ્ટ્રીય ઉદ્યાન છે,[15] અને રાજ્યના પૂર્વીય વિભાગમાં મુખ્યમથક તથા ટેનેસી-ઉત્તર કેરોલિના સરહદને સમાંતર આવેલી એપલેચીયન પર્વતમાળાનો એક વિભાગ ગણાય છે. અન્ય મહત્વના પર્યટન આકર્ષણમાં એલ્વિસ પ્રિસલીનું મેમ્ફીસમાં આવેલું ગ્રેસલેન્ડ અને ચટ્ટેટાનૂગામાં આવેલું ટેનેસી એક્વેરિયમ છે.