મુંબઈ
મહારાષ્ટ્ર્નું સૌથી મોટુ શહેર પાટનગર / From Wikipedia, the free encyclopedia
મુંબઈ (મરાઠી: मुंबई); પહેલા બોમ્બે, તરીકે જાણીતું શહેર ભારતના મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર છે. મુખ્ય શહેરની વસ્તી અંદાજે ૧ કરોડ ૧૪ લાખ જેટલી છે.[11], જ્યારે શહેરને અડીને આવેલા ઉપનગરો જેવા કે નવી મુંબઈ અને થાણેની કુલ મળીને મુંબઈની વસ્તી 19 મિલિયન (1 કરોડ 90 લાખ) થાય છે. જેને કારણે તે સયુંકત રાષ્ટ્ર સંઘના વર્લ્ડ અર્બનાઈઝેશન પ્રોસ્પેક્ટ રિપોર્ટ મુજબ વિશ્વનું ચોથા નંબરનું સૌથી સોથી મોટું અર્બન અગ્લૉમરેશન ધરાવતું શહેર છે. જીડીપીની દૃષ્ટિએ તે વિશ્વનું ૩૮મું સૌથી મોટું શહેર છે. મુંબઈ ભારતના કોંકણ(કે પશ્ચિમ) કિનારે આવેલું છે, જે કુદરતી બંદર ધરાવે છે. ભારતના દરિયાઈ કાર્ગોના અડધા ભાગની હેરફેર મુંબઈના બંદરેથી થાય છે. [12]
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. આમાં સુધારો કરવાનું કારણ છે: અસ્પષ્ટ ભાષાંતર. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. (૨૦૨૧) |
મુંબઈ
બોમ્બે | |
---|---|
મેગાસીટી | |
ઉપરથી ડાબેથી જમણે: દક્ષિણ મુંબઈ, ગેટવે ઓફ ઇન્ડિયા, તાજ મહાલ પેલેસ હોટેલ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ધ પાર્ક ટાવર્સ અને બાંદ્રા-વરલી સમુદ્રસેતુ | |
અન્ય નામો: | |
મુંબઈનો નકશો | |
અક્ષાંશ-રેખાંશ: 19°04′34″N 72°52′39″E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
વિભાગ | કોંકણ વિભાગ |
જિલ્લો | મુંબઈ શહેરી મુંબઈ ઉપનગરી |
પ્રથમ વસાહત | ૧૫૦૭[સંદર્ભ આપો] |
નામકરણ | મુંબાદેવી |
સરકાર | |
• પ્રકાર | મ્યુનિસિપલ કોર્પોરેશન |
• માળખું | બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન |
• મેયર | કિશોરી પેડણેકર[3][4] |
વિસ્તાર | |
• મેગાસીટી | ૬૦૩ km2 (૨૩૩ sq mi) |
• મેટ્રો | ૪,૩૫૫ km2 (૧,૬૮૧.૫ sq mi) |
ઊંચાઇ | ૧૪ m (૪૬ ft) |
વસ્તી (૨૦૧૧)[6] | |
• મેગાસીટી | ૧,૨૪,૭૮,૪૪૭ |
• ક્રમ | ૧ |
• ગીચતા | ૨૧૦૦૦/km2 (૫૪૦૦૦/sq mi) |
• મેટ્રો વિસ્તાર | ૧,૮૪,૧૪,૨૮૮ ૨,૦૭,૪૮,૩૯૫ (Extended UA) |
ઓળખ | મુંબઈકર, બોમ્બેઆઇટ, મુંબઈઆઇટ[8] |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૪૦૦ ૦૦૧ થી ૪૦૦ ૧૦૭ |
ટેલિફોન વિસ્તાર ક્રમ | +૯૧-૨૨ |
અધિકૃત ભાષા | મરાઠી[9][10] |
વેબસાઇટ | mumbaicity |
મુંબઈ, ભારતનું આર્થિક અને મનોરંજનનું કેન્દ્ર છે, તે ભારતના જીડીપી[13]માં ૫ ટકાનું યોગદાન આપે છે. આ ઉપરાંત, ઔદ્યોગિક ઉત્પાદનના ૨૫%, દરિયાઈ વેપારના ૪૦% , અને ભારતીય અર્થતંત્રના નાણાકીય વહેવારોમાં ૭૦ ટકાનું યોગદાન મુંબઈ આપે છે.[14] મુંબઈમાં મહત્વની નાણાકીય સંસ્થાઓના વડા મથક આવેલા છે જેમ કે, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મુંબઈ શેર બજાર, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા અને ઘણી ભારતીય કંપનીઓ અને બહુરાષ્ટ્રીય કંપનીઓના મુખ્યમથક મુંબઈમાં આવેલા છે. તેમજ બોલીવુડ તરીકે જાણીતો હિન્દી ફિલ્મ અને ટેલીવિઝન ઉદ્યોગ પણ આ જ શહેરમાં સ્થાયી થયો છે. મુંબઈમાં જીવનધોરણનું પ્રમાણ ભારતના અન્ય રાજ્યો કરતાંં ઉંચું હોવાથી ભારતભરમાંથી લોકો પ્રગતિની તક શોધતા મુંબઈ આવે છે, જેને કારણે મુંબઈ વિવિધ સમુદાયો અને સંસ્કૃતિઓનું કેન્દ્ર બન્યું છે.