મેરેથોન
From Wikipedia, the free encyclopedia
મેરેથોન લાંબા અંતરની દોડ સ્પર્ધા છે જેનું સત્તાવાર અંતર 42.195 કિલોમીટરનું (26 માઈલ અને 385 યાર્ડ) હોય છે.[1] આમાં સામાન્ય રીતે રોડ સ્પર્ધા તરીકે દોડવામાં આવે છે. મેરેથોનના યુદ્ધ મેદાનથી (સ્પર્ધાનું નામકરણ આના પરથી થયું) એથેન્સ સુધી સંદેશો લઈને આવનાર દંતકથા સમાન ગ્રીક સૈનિક ફિડિપ્પિડિસના સ્મરણાર્થે આ દોડની શરૂઆત કરવામાં આવી હતી.
1896માં મોડર્ન ઓલમ્પિકમાં મેરેથોન એક વાસ્તવિક રમત ગણાતી હતી. જો કે તેના અંતરનું ધોરણસ્થાપન 1921 સુધી નહોતું કરાયું. દર વર્ષે વિશ્વભરમાં 500થી વધારે મેરેથોનનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો મનોરંજક એથલિટ તરીકે જોડાય છે. લાંબી મેરેથોનમાં દસ હજારથી વધુ સ્પર્ધકો પણ હોઈ શકે છે.[2]