યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા
ઉત્તર અમેરિકા ખંડમાં આવેલ એક સમવાય તંત્રી રાજ્ય / From Wikipedia, the free encyclopedia
યુનાઇટેડ સ્ટેટ્સ, (યુએસએ) સંયુક્ત રાજ્ય અમેરિકા કે અમેરિકા તરીકે સામાન્યપણે સંદર્ભમાં લેવાતું ધી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પચાસ રાજ્યો અને એક સંઘીય જિલ્લાનું બનેલું સંઘીય (ફેડેરલ) બંધારણીય પ્રજાસત્તાક છે.દેશ મુખ્યત્વે મધ્ય ઉત્તર અમેરિકામાં આવેલો છે, જ્યાં તેના 48 સમીપ-વર્તી રાજ્યો અને પાટનગર જિલ્લો વોશિંગ્ટન ડી.સી. પ્રશાંત મહસાગર અને એટલાન્ટિક મહાસાગરની વચ્ચે આવેલા છે, જેમની ઉત્તરમાં કેનેડા અને દક્ષિણમાં મેક્સિકોની સરહદો છે. અલાસ્કાનું રાજ્ય ખંડની ઉત્તર-પશ્ચિમે આવેલું છે અને તેની પૂર્વમાં કેનેડા અને પશ્ચિમમાં બેરિંગની સામુદ્રધુનીની પેલે પાર રશિયા આવેલું છે. હવાઈ રાજ્ય પ્રશાંત મહાસાગરના મધ્યમાં આવેલો દ્વીપસમૂહ છે.દેશના કેટલાંક પ્રદેશો કેરેબીયન સાગરમાં અને પ્રશાંત મહસાગરમાં પણ આવેલા છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
સંયુક્ત રાજ્ય અમેરિકા | |
---|---|
સૂત્ર:
અન્ય પારંપરિક આદર્શ વાક્ય
| |
યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના બધા ઇલાકાઓ | |
રાજધાની | વોશિંગટન ડી.સી. 38°53′N 77°01′W |
સૌથી મોટું શહેર | ન્યુ યોર્ક શહેર 40°43′N 74°00′W |
અધિકૃત ભાષાઓ | ફેડરલ સ્તરે કંઈ નહિં[fn 1] |
રાષ્ટ્રીય ભાષા | અંગ્રેજી ભાષા[fn 2] |
વંશીય જૂથો | વંશીય:[8] 77.1% સફેદ 13.3% કાળા 2.6% બહુવંશીય 5.6% એશીયન 1.2% મૂળ અમેરિકનો 0.2% પેસિફિક આઇલેન્ડર નસ્લી: 17.6% હિસ્પેનિક કે લતીનો 82.4% બિન-હિસ્પાનિક કે લતીનો |
ધર્મ | 70.6% Christian 1.9% Jewish 0.9% Muslim 0.7% Buddhist 0.7% Hindu 1.8% Other faiths 22.8% Unaffiliated[9] |
લોકોની ઓળખ | અમેરિકન/અમેરિકી |
સરકાર | સંઘીય અધ્ય્ક્ષીય બંધારણીય પ્રજાસત્તાક |
• રાષ્ટ્રપ્રમુખ | ડોનાલ્ડ ટ્રંપ |
• ઉપરાષ્ટ્રપ્રમુખ | માઇક પેન્સ |
• Speaker of the House | પૉલ રાયન |
• Chief Justice | જૉન રોબર્ટ્ઝ |
સંસદ | Congress |
• ઉપલું ગૃહ | Senate |
• નીચલું ગૃહ | House of Representatives |
Independence from Great Britain | |
• જાહેરનામું | July 4, 1776 |
• Confederation | March 1, 1781 |
• Treaty of Paris | September 3, 1783 |
• Constitution | June 21, 1788 |
• Last polity admitted | March 24, 1976 |
વિસ્તાર | |
• Total area | 3,796,742 sq mi (9,833,520 km2)[10][fn 3] (3rd/4th) |
• જળ (%) | 6.97 |
• Total land area | 3,531,905 sq mi (9,147,590 km2) |
વસ્તી | |
• 2016 અંદાજીત | 323,127,513[12] (3rd) |
• 2010 વસ્તી ગણતરી | 308,745,538[12] (3rd) |
• ગીચતા | 90.6/sq mi (35.0/km2) (180th) |
GDP (PPP) | 2016 અંદાજીત |
• કુલ | $18.558 trillion[13] (2nd) |
• Per capita | $57,220[13] (14th) |
GDP (nominal) | 2016 અંદાજીત |
• કુલ | $18.558 trillion[13] (1st) |
• Per capita | $57,467[14] (7th) |
જીની (2013) | 40.8[15][16][17] medium |
માનવ વિકાસ દર (HDI) (2015) | 0.920[18] very high · 10th |
ચલણ | United States dollar ($) (USD) |
સમય વિસ્તાર | UTC−4 to −12, +10, +11 |
• ઉનાળુ (DST) | UTC−4 to −10[fn 4] |
તારીખ બંધારણ | mm/dd/yyyy (AD) |
વાહન દિશા | right[fn 5] |
ટેલિફોન કોડ | +1 |
ISO 3166 કોડ | US |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .us .gov .mil .edu |
અંદાજે 30.5 કરોડની વસતી સાથે 37.9 કરોડ ચોરસ માઇલ (98.3 લાખ ચોરસ કિલોમીટર) વિસ્તાર ધરાવતું ધી યુનાઇટેટ સ્ટેટ્સ કુલ વિસ્તાર પ્રમાણે ત્રીજા કે ચોથા ક્રમનો સૌથી મોટો અને જમીન ક્ષેત્ર તથા વસતી પ્રમાણે ત્રીજો સૌથી મોટો દેશ છે.ધી યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વના સૌથી વધારે વંશીય રીતે વૈવિધ્યપૂર્ણ અને બહુસાંસ્કૃતિક રાષ્ટ્રો પૈકીનો એક છે અને ઘણા દેશોમાંથી કાયમી વસવાટ માટે મોટા પાયે સ્થળાંતર કરનારા લોકોનો બનેલો છે.[19] અમેરિકી અર્થતંત્ર 2008માં અંદાજે 1430 અબજ યુએસ $ (US$)(નોમિનલ જીડીપીના આધારે વિશ્વના કુલ જીડીપીના 23 ટકા અને સમતુલ્ય ખરીદ શક્તિએ લગભગ 23 ટકા)ના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) સાથે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે.[20][21]
આ દેશની સ્થાપના એટલાન્ટિકના કાંઠે આવેલા ગ્રેટ બ્રિટનના 13 સંસ્થાનોએ કરી હતી. 4 જુલાઈ, 1776માં તેમણે સ્વતંત્રતાનું જાહેરનામું કર્યું હતું, જેણે ગ્રેટ યુનાઇટેડ કિંગડમથી અલગ પડીને તેમની સ્વતંત્રતાની અને એક સહકારયુક્ત સંઘની રચનાની જાહેરાત કરી હતી.બળવાખોર રાજ્યોએ સ્વતંત્રતાના પ્રથમ સફળ સંસ્થાનવાદી યુદ્ધ, અમેરિકી ક્રાન્તિ યુદ્ધમાં ગ્રેટ બ્રિટનને હાર આપી હતી.[22]ફિલાડેલ્ફીયા સંમેલને 17 સપ્ટેમ્બર, 1787એ હાલના યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને અપનાવ્યું હતું, ત્યાર પછીના વર્ષે તેને બહાલી મળતાં રાજ્યો એક મજબૂત કેન્દ્રીય સરકાર સાથે એક પ્રજાસત્તાકના ભાગ બન્યા હતા.1791માં બહાલી આપવામાં આવેલા દસ બંધારણીય સુધારા ધરાવતા હક પત્રકે ઘણા બધા બૂનિયાદી નાગરિક અધિકારો અને મુક્તિઓની ખાત્રી આપી હતી.
19મી સદીમાં યુનાઇટેડ સ્ટેટ્સે ફ્રાન્સ, સ્પેન, બ્રિટન, મેક્સિકો અને રશિયા પાસેથી જમીન ખરીદી અને ટેક્સાસ પ્રજાસત્તાક તથા હવાઈ પ્રજાસત્તાકનું વિલીનીકરણ કર્યું હતું. રાજ્યોના હકો અને ગુલામી પ્રથાના વિસ્તાર અંગે કૃષિપ્રધાન દક્ષિણ અને ઔદ્યોગિક ઉત્તરવચ્ચે થયેલા વિવાદોએ 1860ના અમેરિકી આંતરવિગ્રહને જન્મ આપ્યો હતો.ઉત્તરના વિજયે દેશના કાયમી ભાગલા થતા અટકાવ્યા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં કાનૂની ગુલામીનો અંત આવ્યો હતો.1870 સુધીમાં, દેશનું અર્થતંત્ર દુનિયામાં સૌથી મોટું બન્યું હતું.[23] સ્પેન-અમેરિકી યુદ્ધ અને પહેલા વિશ્વ યુદ્ધે લશ્કરી સત્તા તરીકેના દેશના દરજ્જાને અનુમોદન આપ્યું હતું. 1945માં, બીજા વિશ્વયુદ્ધમાંથી બહાર આવેલો યુનાઇટેડ સ્ટેટ્સ અણુ શસ્ત્રો ધરાવતા પ્રથમ દેશ, સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા સમિતિના કાયમી સભ્ય અને નાટો (NATO)ના સ્થાપક સભ્ય તરીકે સ્થાપિત થયું હતું. શીત યુદ્ધના અંતે એક માત્ર મહાસત્તા તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ રહ્યું હતું. દેશ વૈશ્વિક લશ્કરી ખર્ચના લગભગ 50 ટકા ધરાવે છે અને વિશ્વમાં અગ્રણી આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક બળ છે.[24]