વિકેટ કીપર
From Wikipedia, the free encyclopedia
ક્રિકેટની રમતમાં વિકેટ કીપર (તેને વિકેટકીપર અને ઘણીવાર ટૂંકમાં એકલું કીપર પણ લખાય છે) એક એવો ખેલાડી છે જે દાવ આપનારી (ફીલ્ડિંગ) બાજુનો ખેલાડી હોય છે અને વિકેટ અથવા સ્ટમ્પની પાછળ ઊભો રહે છે, જે તત્કાલીન દાવ લેનાર બૅટ્સમૅન પાસેથી નીકળેલા દડાને પકડે છે. દાવ દેનાર ટીમના એક માત્ર ખેલાડી આ વિકેટ કીપરને જ હાથમોજાં અને પગ-સંરક્ષણ માટે વધારાના પૅડ પહેરવાની છૂટ હોય છે.[1]
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
કીપરની ભૂમિકા અનિવાર્ય રૂપે વિશેષજ્ઞની હોય છે તેમ છતાં ક્યારેક તેને બૉલિંગ કરવા માટે બોલાવવામાં આવે છે, એવા સંજોગોમાં દાવ દેનાર ટીમનો કોઈ બીજો સભ્ય કામચલાઉ ધોરણે વિકેટ કીપર તરીકે જવાબદારી સંભાળે છે. કીપરની ભૂમિકા ક્રિકેટના નિયમોના 40મા નિયમ દ્વારા અનુશાસિત થાય છે.[2]