વ્લાદિમીર લેનિન
From Wikipedia, the free encyclopedia
વ્લાદિમીર ઇલીચ લેનિન (રશીયન: Влади́мир Ильи́ч Ле́ни) રશિયામાં બોલ્શેવિક ક્રાંતિના પ્રણેતા અને ક્રાન્તીકારી સામ્યવાદી નેતા જેમણે ૧૯૧૭ની ક્રાન્તીની આગેવાની કરી હતી. એમનો જન્મ તારીખ ૨૨ એપ્રીલ, ૧૮૭૦ ના રોજ રશિયામાં થયો હતો.[1]વ્લાદિમીર ઇલિચ ઉલિયાનોવ, જેને લેનિન તરીકે પણ ઓળખવામાં આવે છે (૨૨ એપ્રિલ ૧૮૭૦ – ૨૧ જાન્યુઆરી ૧૯૨૪ ) એક રશિયન સામ્યવાદી ક્રાંતિકારી, રાજકારણી અને રાજકીય સિદ્ધાંતવાદી હતા. લેનિન રશિયામાં બોલ્શેવિક્સ લડાઈના નેતા તરીકે પ્રખ્યાત બન્યા. તેઓ ૧૯૧૭ થી ૧૯૨૪ સુધી સોવિયત રશિયાના અને ૧૯૨૨ થી ૧૯૨૪ સુધી સોવિયત સંઘના પણ "સરકારના વડા" હતા. તેમના વહીવટ હેઠળ, રશિયા અને ત્યારબાદ વિશાળ સોવિયત સંઘ પણ, રશિયન સામ્યવાદી પક્ષ દ્વારા નિયંત્રિત એક પક્ષીય સામ્યવાદી રાજ્ય બન્યું. લેનિન વિચારધારા થી માર્કસવાદી હતા, અને લેનિનિઝમ નામથી પ્રચલિત રાજનીતિક સિદ્ધાંતને વિકસાવ્યો. સિનવિર્સ્કમાં શ્રીમંત મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મ થયો . ૧૮૮૭માં જ્યારે તેમના મોટા ભાઈને મૃત્યુદંડની સજા આપવામાં આવી ત્યારે તેમણે રશિયાની ક્રાંતિકારી સમાજવાદી રાજનીતિ સ્વીકારી. રશિયન સામ્રાજ્યની ઝાર સરકારના વિરોધમાં ભાગ લેવા બદલ તેમને કઝન શાહી યુનિવર્સિટીમાંથી કાઢી મુકવામાં આવ્યા, અને પછીના વર્ષોમાં તેમણે કાયદાની ડિગ્રી મેળવી. તેઓ ૧૮૯૩ માં સેન્ટ પીટર્સબર્ગ ગયા અને ત્યાં એક વરિષ્ઠ માર્ક્સવાદી કાર્યકર બન્યા. ૧૮૯૭ માં તેમની રાજદ્રોહના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી, અને ત્રણ વર્ષ માટે શૂસનસ્યેકમાં દેશનિકાલ કરવામાં આવ્યો, જ્યાં તેમણે નાડેજદા કૃપકાયા સાથે લગ્ન કર્યા. દેશનિકાલ પછી, તેઓ પશ્ચિમ યુરોપ ચાલ્યા ગયા, જ્યાં તેઓ માર્ક્સવાદી રશિયન સોશિયલ ડેમોક્રેટિક લેબર પાર્ટી (આરએસડીએલપી) માં અગ્રણી સિદ્ધાંતવાદી બન્યા. ૧૯૦૩ માં તેમણે આરએસડીએલપીના વૈચારિક વિભાગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, અને તે પછી તેમણે જુલિયસ માર્ટોવના મેન્શેવિક્સ ગ્રુપ સામેના બોલ્શેવિક જૂથનું નેતૃત્વ કર્યું હતું. ૧૯૦૫માં રશિયાની અસફળ ક્રાંતિ દરમિયાન બળવાને પ્રોત્સાહન આપ્યા પછી, તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન એક અભિયાન શરૂ કર્યું, જેને યુરોપ વ્યાપી સર્વસામાન્ય ક્રાંતિમાં ફેરવવાનું હતું, કારણ કે એક માર્ક્સવાદી તરીકે તેઓ માને છે કે આ વિરોધ મૂડીવાદને ઉથલાવી નાખશે, અને સમાજવાદની સ્થાપનાનું કારણ બનશે. ૧૯૧૭ ની ફેબ્રુઆરી ક્રાંતિ પછી, જ્યારે ઝારને રશિયાથી દૂર કરવામાં આવ્યો અને એક કામચલાઉ સરકારની સ્થાપના થઈ, ત્યારે તેઓ રશિયા પાછા ફર્યા. તેમણે ઓક્ટોબર ક્રાંતિમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં બોલ્શેવિકોએ નવા શાસનને ઉથલાવી દીધું હતું. તે એક કટ્ટરવાદી સામ્યવાદી હતો.
વ્લાદિમીર લેનિન | |
---|---|
Ленин през 1918 г | |
જન્મ | ૨૨ એપ્રિલ ૧૮૭૦ ઉલ્યાનૉવસ્ક (Russian Empire) |
મૃત્યુ | ૨૧ જાન્યુઆરી ૧૯૨૪ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | રાજકારણી, ક્રાંતિકારી |
કાર્યો | See Vladimir Lenin bibliography |
રાજકીય પક્ષ | Russian Social Democratic Labour Party |
કુટુંબ | Dmitry Ulyanov, Anna Ulyanova |
સહી | |
પદની વિગત | legal document assistant (૧૮૯૩ (in Julian calendar) – ) |
શિર્ષકો | dvoryanin |