સંક્ષિપ્ત સંદેશ સેવા
From Wikipedia, the free encyclopedia
સંક્ષિપ્ત સંદેશા સેવા (શોર્ટ મેસેજ સર્વિસ-એસએમએસ) એ જીએસએમ (GSM) મોબાઈલ સંચાર વ્યવસ્થામાં પૂરી પાડવામાં આવતી એક નિયત સેવા છે. આ સેવામાં નિશ્ચિત સંચાર વ્યવસ્થાના નિયમો (communications protocols) અનુસાર મોબાઈલ ટેલિફોન સાધનો (mobile telephone devices) વચ્ચે સંક્ષિપ્ત લેખિત સંદેશાની આપ-લેને સ્વીકૃતિ આપવામાં આવી છે.એસએમએસ લેખિત સંદેશા એ પૃથ્વી પર સૌથી વધુ વ્યાપક રીતે વપરાતી માહિતીની આપ-લે માટેની પદ્ધતિ છે. કુલ મોબાઈલફોન ધારકોમાંથી ૭૪% લોકો અથવા તો ૨.૪ બિલિયન લોકો સક્રિય રીતે તેમના ફોનથી લેખિત સંદેશાઓ મોકલે અથવા સ્વીકારે છે. [સંદર્ભ આપો]એસએમએસની પદ્ધતિ/પ્રૌદ્યોગિકીથી લેખિત સંદેશા વ્યવહાર (text messaging)માં વૃદ્ધિવિકાસ થયો છે.લેખિત સંદેશાની આપ-લે અને તેની પાછળ રહેલી ટેકનોલોજી એટલી હદે જોડાઇ ગયા છે કે વિશ્વના અમુક ભાગમાં તો "એસએમએસ" શબ્દ લેખિત સંદેશાનો કે લેખિત સંદેશો મોકલવાની ક્રિયાના પર્યાય રૂપે વપરાવા માંડ્યો છે, ભલે પછી એ કોઈ બીજી તકનીકથી મોકલવામાં કેમ ન આવ્યો હોય.
મૂળભૂત રીતે જીએસએમ (GSM) શ્રેણીના ૧૯૮૫[1]ના માનાંકો અનુસાર તૈયાર થયેલા આધુનિક મોબાઈલ-સાધનોમાં એસએમએસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જીએસએમ મોબાઈલ સાધનો પરથી ૧૬૦ અક્ષરની (બે શબ્દ વચ્ચે છોડાતી ખાલી જગ્યા સહિત) મર્યાદા ધરાવતા લેખિત સંદેશાઓ મોકલવા-સ્વીકારવા માટે એસએમએસનો ઉપયોગ થતો હતો.[2]ત્યારથી, એએનએસઆઈ સીડીએમએ નેટવર્ક (ANSI CDMA networks), ડિજિટલ એએમપીએસ (Digital AMPS) તેમ જ સેટેલાઈટ (satellite), લૅન્ડલાઈન (landline) નેટવર્ક જેવા અન્ય વૈકલ્પિક મોબાઈલ સંચાર વ્યવસ્થાઓમાં પણ આ સેવા પૂરી પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે.[સંદર્ભ આપો]મોટા ભાગના એસએમએસ સંદેશાઓ એક મોબાઈલ પરથી અન્ય (એક કે તેથી વધુ) મોબાઈલ પર મોકલવામાં આવે છે, પરંતુ એ સિવાય અન્ય પ્રકારે સંદેશા પ્રસારણ માટે પણ જે-તે વ્યવસ્થા સક્ષમ હોય છે.