બંજી જમ્પિંગ
From Wikipedia, the free encyclopedia
બંજી જમ્પિંગ (તેને અંગ્રેજીમાં "Bungy" jumping એમ પણ લખાય છે.)[1][2] એક પ્રવૃત્તિ છે જેમાં સ્થિતિસ્થાપકતા ધરાવતા એક લાંબા દોરડા સાથે જોડાઇને કોઇ ઉંચા સ્થળેથી કૂદકો લગાવવામાં આવે છે. સામાન્ય રીતે ઊંચું સ્થળ કોઇ ઇમારત, પૂલ અથવા ક્રેન જેવી કોઇ સ્થિર વસ્તું હોય છે; જો કે જમીનથી અદ્ધર રહીને ગતી કરી શકે તેવા હોટ-એર બલૂ અથવા હેલિકોપ્ટર જેવી કોઇ ગતિશીલ વસ્તુ ઉપરથી પણ કૂદકો લગાવી શકાય છે. કૂદકો લગાવવામાં સર્જાતા મુક્ત પતન તથા પાછું ઉપર ઉછળવામાંથી ઘણો રોમાંચ મળે છે.[3]
જ્યારે કોઇ માણસ કુદકો લગાવે, ત્યારે દોરડું ખેંચાય છે અને જ્યારે દોરડું પાછું ઉપર તરફ સંકોચાય ત્યારે કૂદકો લગાવનાર ઉપર જાય છે, જ્યાં સુધી દોરડાની ઉર્જા વપરાઇ ન જાય ત્યા સુધી કૂદકો લગાવનાર સતત ઉપર-નીચે થયા જ કરે છે.