હેલિકોપ્ટર
From Wikipedia, the free encyclopedia
હેલિકાપ્ટર એક આકાશમાં ઉડી શકતું વાહન છે, જેને એક અથવા અધિક ક્ષૈતિજ રોટર દ્વારા ઊપરની દિશામાં ઉડાડી શકાય છે. પ્રત્યેક રોટરમાં બે કે બેથી વધુ પાંખો હોય છે. હેલિકોપ્ટરને રોટર-વિંગ વાયુયાનની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે, કે જેને વાહન સાથે જોડવામાં આવેલી પાંખો દ્વારા વાયુયાન કરતાં અલગ પાડી શકાય છે. હેલિકોપ્ટર શબ્દ ફ્રેંચ ભાષાના શબ્દ hélicoptère પરથી ઉતરી આવ્યો છે, જેને ગુસ્તાવ દે પોન્ટૉન દ-ઐમેકોર્ટ નામના વ્યક્તિએ ઇ. સ. ૧૮૬૧માં સૂચિત કર્યું હતું. આ શબ્દ પણ ગ્રીક ભાષાના શબ્દ helix/helik- (ἕλικ-) પરથી બન્યો છે, અર્થાત "કુંડલીદાર" અથવા "વળાંક લઇ શકે તેવું" તથા pteron (πτερόν) = "પાંખ".[1][2]